અનુસૂચિત જાતિના નાના વ્યવસાયકારો માટે વ્યવસાયનું સ્થળ /દુકાન ખરીદવા માટે વ્યાજ સહાય યોજના



યોજનાનો હેતુ

 અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી. ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે બેન્ક દ્વારા વધુમાં વધુ ₹.૧૦.૦૦ લાખની લોન આપવામાં આવે છે. બેંકેબલ યોજના અંતર્ગત ₹.૧૫૦૦૦/- સબસિડી સહાય તરીકે પણ આપવામાં આવે છે.

નિયમો અને શરતો

 કોઇ આવકમર્યાદા નથી.

 લાભાર્થીને ફકત એક જ સ્થળે દુકાન અથવા વ્યવસાયના હેતુ માટે લોન સહાય આપવામાં આવે છે.
 બાજપેયી બેંકેબલ યોજના અને કુટીર ઉદ્યોગમાં ચાલતી બેંકેબલ યોજના અનુસાર સદર યોજના અમલમાં છે.
 દુકાન શરૂથયાના ત્રણ માસ પછી સબસીડી ચૂકવવામાં આવશે.

 આ યોજનાનો લાભ શિક્ષિત બેરોજગાર, બેકાર મીલ કામદાર, તાંત્રિક અને વ્યવસાયિક અનુભવ અને સ્વરોજગારીની લાયકાતો ધરાવતાં લોકોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે.

 વધુમાં વધુ રૂ.૧૦.૦૦ લાખની લોન બેંકેબલ યોજના હેઠળ લાભાર્થીને મળવાપાત્ર થશે. જેનું ૪% સુધીનું વ્યાજ લાભાર્થીએ ભોગવવાનું રહેશે અને, ૪% થી ઉપરનું જે બેંક વ્યાજ ચૂકવવાનું થાય તે સરકાર વ્યાજ સહાય પેટે ત્રણ વર્ષ માટે ચૂકવશે.

 રાજ્ય સરકાર અથવા રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ/નિગમો, શહેરી વિકાસ સત્તા મંડળ, સ્થાનિક સ્વરાજ્ય હસ્તકની સંસ્થાઓ અથવા ગ્રામ/નગર પંચાયતે લાંબાગાળાના ભાડા પેટે ફાળવેલ દુકાનો/વ્યવસાયનું સ્થળ માટે પણ લોન/સહાય આપવામાં આવે છે. પરંતુ ફાળવવામાં આવેલ દુકાન/વ્યવસાયનું સ્થળ માટે લોનની રકમ ભરપાઇ થાય ત્યાં સુધી દુકાન/વ્યવસાયનું સ્થળ સરકારને મોર્ગેજ કરવાની રહેશે.

 જો અરજદાર પોતાની જમીનમાં બાંધકામ કરે તો પોતાની જમીનના ટાઇટલ કલીયર છે,અને જમીન ‘બીનખેતી’થયેલ છે તે મુજબના પુરાવા રજૂ કરવાના રહેશે.


રજુ કરવાના ડોક્યુમેન્‍ટ

 અરજદાર નું આધાર કાર્ડ
 રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
 સક્ષમ અજિકારીશ્રી પાસેથી મેળવેલ અરજદાર ની જાતિ/પેટા જાતિ નો દાખલો
 જન્મનું પ્રમાણ પત્ર / શાળા છોડયા નું પ્રમાણ પત્ર
 બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (અરજદારના નામનું)
 કરાર અથવા બાનાખત ની નકલ
 બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)











Follow & Like Facebook Page to get Daily Update!! https://www.facebook.com/jbegujarat