ધો.1 થી બાળકો ને પ્રાઈવેટ સ્કૂલમાં ફ્રી એડમિશન માટે RTE ઓનલાઈન અરજીની સંપૂર્ણ માહિતી


(વાલીની પસંદગીની કોઈ પણ પ્રાઈવેટ સ્કૂલમાં એડમિશન)

RTE ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ

25/06/2021 થી05/07/2021 સુધી.

અરજી મંજૂર કરવાની અને રિજેક્ટ કરવાની તા. : 06/07/2021 થી 10/07/2021 સુધી. 


R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ

૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો
૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
૩. માતાપિતાનું આધાર કાર્ડ 
૪. આવકનો દાખલો (મામલતદારનો)
૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ (કોઈ પણ એક)
૬. બેંક પાસબુક (માતા અથવા પિતા અથવા બાળકની બેન્ક પાસબુક) 
૭. વિદ્યાર્થીના બે ફોટા
૮. પિતાનો જાતિનો દાખલો
9. BPL નો દાખલો (જો BPL કેટેગરીમાં આવતા હોય તો) 
(નોંધ: BPL રેશન કાર્ડ માન્ય ગણવામાં આવશે નહીં.)

બધા ડૉક્યુમેન્ટ ઓરીજનલ અપલોડ કરવા


(એડમિશન માટે બાળકની જન્મ તારીખ : 02/06/2014 થી 01/06/2016 વચ્ચેની હોવી જોઈએ. )

RTE હેઠળ ઓનલાઇન અરજીને કન્ફર્મ કર્યા પછી અરજીની પ્રિન્ટ કાઢીને આપની પાસે એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી સાચવીને રાખવી. આપનું ફોર્મ કોઈ પણ જગ્યાએ જમા કરાવવાનું નથી.

 શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ તા. ૨૫/૦૬/૨૦૨૧ થી તા.૦૫/૦૭/૨૦૨૧ ના રાત્રીના ૧૨:૦૦ કલાક સુધી ભરી શકાશે.
 સદર પ્રવેશ પ્રક્રિયા દરમિયાન જરૂરી ડૉક્યુમેન્ટસ સાથે વાલીએ રીસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા COVID-19 મહામારીના કારણે રદ કરેલ છે. વાલીએ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જ જરૂરી આધાર-પુરાવા જેવા કે જન્મ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિ/કેટેગરીનો દાખલો, તેમજ આવકનો દાખલો (લાગુ પડતો હોય ત્યાં) વગેરે ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે. ઓનલાઈન ભરેલ ફોર્મ ક્યાંય જમા કરાવવાનું રહેશે નહી.
નોંધ : 
 તમામ પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન રહેશે વાલીઓએ ઓનલાઈનફોર્મ ભરી ક્યાય પણ જમા કરાવવા જવાનું નથી. 
 જેથી કરી ફોર્મ કાળજી પૂર્વક ભરવું., ક્યાય પણ ભૂલ ના રહે તેની કાળજી લેવી.

 કન્ફર્મ કરેલ અરજીમાં અરજદાર પોતાનો રજીસ્ટર મોબાઇલ નંબર બદલવા માગતા હોય તેઓ ઓનલાઈન એપ્લીકેશનમાં Edit નો ઉપયોગ કરી સુધારો કરી શકશે. નવા રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર હવે પછીના મેસેજ આવશે તેનું ધ્યાન રાખવું.

ગુજરાત સરકારની R.T.E. યોજના હેઠળ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ધો.૧ માં આવનાર બાળકો કે જે બાળકનો જન્મ ૫ થી ૭ વર્ષની વચ્ચે હોય તો તે બાળકોના વાલીઓ પોતે વેબસાઈટ પર ઓનલાઇન ફોર્મ ભરી R.T.E અંતર્ગત પોતાના બાળકને પોતાની પસંદગીની શાળામાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં એડમિશન મેળવી ધો ૧ થી ૮ સુધી શાળા ફી , પુસ્તકો , યુનિફોર્મનો ખર્ચ સરકાર દ્વારા મેળવી શકે છે.





વધુ જાણકારી માટે વેબસાઇટ જોતાં રહો 














Like & Follow us on Facebook - https://www.facebook.com/jbegujarat